VIDEO: પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, રોબર્ટ વાડ્રાએ તેને મહિલા સુરક્ષા સાથે જોડી દીધો
રોબર્ટ વાડ્રાએ ટ્વીટ્સમાં કહ્યું કે 'આ પ્રિયંકા, મારી પુત્રી અને મારા પુત્ર કે પછી ગાંધી પરિવારની સુરક્ષા અંગે નથી. આ આપણા નાગરિકો ખાસ કરીને આપણા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને તેમને સુરક્ષિત મહેસૂસ કરાવવા સંલગ્ન છે.'
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાના ઘરની સુરક્ષામાં ચૂંકની ઘટના મમલે તેમના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) એ કહ્યું કે આ ફક્ત ગાંધી પરિવારની સુરક્ષાની વાત નથી, સમગ્ર દેશની સુરક્ષા સાથે સમાધાન કરાઈ રહ્યું છે. તેમણે હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા બાદ દેશભરમાં ઉકળી રહેલા ગુસ્સા અંગે પણ પોતાની વાત રજુ કરી. વાડ્રાએ કહ્યું કે 'હું ઈચ્છુ છું કે બદલાવ આવે, દેશની મહિલાઓ સુરક્ષિત રહે. મારી પુત્રી પણ જ્યારે ઘરેથી દૂર શાળાએ જાય છે, હું પણ ગભરાઉ છું. અત્યારે જે ડરનો માહોલ છે તે ખતરનાક છે. તત્કાળ ન્યાય મળવો જોઈએ. અપરાધીઓના મનમાં ડર જરૂરી છે.'
આ અગાઉ રોબર્ટ વાડ્રાએ ટ્વીટ્સમાં કહ્યું કે 'આ પ્રિયંકા, મારી પુત્રી અને મારા પુત્ર કે પછી ગાંધી પરિવારની સુરક્ષા અંગે નથી. આ આપણા નાગરિકો ખાસ કરીને આપણા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને તેમને સુરક્ષિત મહેસૂસ કરાવવા સંલગ્ન છે.'
#Watch Robert Vadra on rising cases of crimes against women: Mein chahta hun badlaav aaye, desh ki mahila surakshit rahe. Meri beti bhi ghar se duur school jaati hai, mein bhi ghabrata hun. Abhi jo mahaul chal raha hai, wo khatarnaak hai. Instant justice mile, fear of the law ho. pic.twitter.com/bjbnWZmMyf
— ANI (@ANI) December 3, 2019
તેમણે વધુમાં કહ્યું કે 'સમગ્ર દેશમાં સુરક્ષાની સાથે સમાધાન થઈ રહ્યું છે. છોકરીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થઈ રહ્યાં છે. આપણે કયા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ...પ્રત્યેક નાગરિકની સુરક્ષાની જવાબદારી સરકારની છે.'
આ VIDEO પણ જુઓ...
વાડ્રાએ નાગરિકોની સુરક્ષા પર, સરકાર પર સવાલ ઉઠાવતા એમ પણ કહ્યું કે કોઈ પોતાના દેશ, પોતાના ઘરમાં સુરક્ષિત નથી. સોમવારે ફોટો ખેંચાવવાના બહાને પાંચ માણસો પ્રિયંકા ગાંધીના લોધી એસ્ટેટ સ્થિત બંગલામાં પહોંચી ગયા હતાં. આ ઘટના ગાંધી પરિવાર માટે એસપીજી સુરક્ષા હટ્યા બાદ ઘટી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે